અંકલેશ્વર : પ્રોહીબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરોની ધરપકડ, એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી...

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ બન્ને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

New Update
Two Bootlegger Arrest

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિન પોલીસે પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસારગત તા. 13મી એપ્રિલના રોજ ભરૂચLCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કેનવા દિવા શામજી ફળીયામાં 2 ઇસમો વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારેLCB પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ બન્ને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છેત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બન્ને બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories