અંકલેશ્વર: વિદેશી દારૂ ભરેલ પિક-અપ સાથે 2 બુટલેગરની ધરપકડ,

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલોસની કાર્યવાહી
વિદેશી દારૂ ભરેલ પિકઅપ ઝડપી પાડ્યો
પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
રૂ.3.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
2 બુટલેગર વોન્ટેડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ટાટા મેજિક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો ગોલ્ડન બ્રીજ વાળા માર્ગ તરફ થઇ ભરૂચ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૮૬૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૮૬ હજારનો દારૂ અને બે ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતો સ્વપ્નીલ ઉર્ફે સોનું અજય ચૌહાણ અને પ્રશાંતકુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો.જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઇસમ સહીત જથ્થો મંગાવનાર તિલકકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.