અંકલેશ્વર: એશિયન પેઇન્ટ કંપની સાથે રૂ.92 હજારની છેતરપિંડી કરનાર 2 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ, કુલ 4 આરોપી ઝડપાયા

એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈથી મંગાવેલ ટરપેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર ટ્રક ચાલકો બાદ 2 સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
ankleshwar accused arrest
અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈથી મંગાવેલ ટરપેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર ટ્રક ચાલકો બાદ 2 સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈની બીપીસીએલ કંપનીમાંથી રો-મટિરિયલ ટરપેન્ટાઇન ઓઇલ મંગાવ્યું હતું.જે લઈ બે ગાડીઓ આવી હતી.જે બંને ગાડીઓમાંથી 950 કિલો ગ્રામ ટરપેન્ટાઇન ઓઇલ બંને ગાડીઓના ચાલકોએ માર્ગમાં સગેવગે કરી કંપની સાથે 92 હજારથી વધુની છેતરપીંડી કરતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ગુનામાં સંડોવાયેલ બંને ટ્રક ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.જે બાદ આ ગુનામાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ અનુજકુમાર સંતોષકુમાર યાદવ અને આદિત્ય અંજની સિંગને ઝડપી પાડ્યો હતો.
Latest Stories