New Update
અંકલેશ્વર નજીક હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા
અંકલેશ્વરના ભડકોદ્રામાં ઇકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેરઅલી ખાન તેમની બે પુત્રી કનીસ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગતરોજ રાત્રીના મોહરમ પર્વ નિમિત્તે તાજીયાનું ઝુલુસ નિહાળવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા.જ્યાંથી તાજીયાનું ઝુલુસ નિહાળી પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન હાઇવે પર આમલાખાડીના ઓવરબ્રિજ પર પૂરઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને ટક્કર મારી હતી.
જેના પગલે પિતા અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા.અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાના પગલે 17 વર્ષીય કનીજ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે શેરઅલી ખાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતોમબનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહનચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.