અંકલેશ્વર: કોસમડી હાટ બજારમાંથી મહિલાએ પહેરેલ 2 તોલાની સોનાની ચેઇનની ચોરી, GIDC પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં  અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • અંકલેશ્વરના કોસમડીનો બનાવ

  • શનિવારે ભરાય છે હાટ બજાર

  • બજારમાં મહિલા ખરીદી કરવા ગયા હતા

  • મહિલાની 2 તોલાની સોનાની ચેઇનની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી 

અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં  અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના કોસમડી નજીક હાટ બજાર ભરાય છે.દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા જતા હોય છે ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા આનંદ સોલંકીની પત્ની ગતરોજ કોસમડી ગામના ગોપાલ નગર પાસે ભરાતી શનિવારી હાટ બજારમાં ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન મહિલાના ગળામાં રહેલ અંદાજીત 2 લાખની કિંમતની સોનાની ચેઇન તોડી ગઠિયો ફરાર થઇ ગયો હતો.આ  ચેઇન સ્નેચિંગ અંગે આનંદ સોલંકીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે  અરજી આપી છે જેના આધારે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. 
Read the Next Article

અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCLના અધિકારીની દાદાગીરીના આક્ષેપ સાથે મામલતદારને કરાય રજુઆત

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.

New Update
  • અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત

  • વીજ કંપનીના અધિકારીની દાદાગીરીના આક્ષેપ

  • યોગ્ય પગલાં ભરવા કરાય માંગ

  • ટ્રસ્ટના આગેવાનો જોડાયા

શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ડી.જી.વી.સી.એલના જુનિયર એન્જીનીયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.જી.વી.સી.એલ વીજ કંપની ખાતે રજુઆત કરવા ગયા હતા તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જીનીયર હર્ષ પ્રજાપતિ વચ્ચે જવાબો આપતા જેઓને તમારી પાસે રજુઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરી પૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં ત્યારે આવા બેજવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.