New Update
/connect-gujarat/media/media_files/2024/10/27/pghJd9V4tQ70YchABzKO.jpg)
અંકલેશ્વરના ગડખોલ રચના નગર અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલ બે યુવાનો પાસેથી મોબાઈલ,રૂપિયાની લૂંટ ચલાવનાર ચાર પૈકી એક લૂંટારૂને પ્રતિકાર કરી ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના ગડખોલ ગામની રચના નગરમાં રહેતા વિપુલ રાણાભાઈ સાટીયા ગતરોજ સાંજે 7:30 કલાકે કુદરતી હાજતે અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે બાવળની ઝાડી નજીક ગયા હતા તે દરમિયાન અચાનક ચાર ઈસમો મોઢા ઉપર રૂમાલ બાંધી આવી ફરિયાદી વિપુલભાઈ કહી સમજે તે પહેલાં જ ચાર પૈકી એક ઇસમે ગળા ઉપર ચપ્પુ મૂકી તેરા મોબાઈલ ઔર તેરે પાસ જીતના પૈસા હે વો ફટાફટ નિકાલ કે દે દે તેવું કહેતા યુવાનને પોતાનો મોબાઈલ ફોન લૂંટારૂઓને આપી દીધો હતો.અને ગળા ઉપર ચપ્પુ મુકનાર લૂંટારુએ અન્ય ત્રણ લૂંટારૂઓને ઉસકી તલાસી લો જેથી તપાસ કરતા કઈ મળી આવ્યું નહતું.તે સમયે એક યુવાન દોડી આવેલ અને કહેલ કે ભૈયા ઉન્હોને મેરા ફોન ઔર પૈસા લૂંટ લિયા હૈ તેમ કહેતા વિપુલ સાટિયાએ ભરવાડ કો લૂંટ કે જા રહે હૉ કહી સે ભી ઢુંઢ નિકાલુગા તેમ કહેતા ચારેય લૂંટારાઓ દોડી આવ્યા હતા અને ગળા ઉપર ચપ્પુ મુકનારે બંને યુવાનો પર ચપ્પુ વડે તૂટી પડ્યો હતો.આ હુમલામાં ભોગ બનનાર બંને યુવાનોને ઇજાઓ પહોંચી હતી.જો કે એક યુવાને લૂંટારુઓનો પ્રતિકાર કરી શાંતિ નગરમાં રહેતો લૂંટારું સાદાબ અહેમદ ખુરશીદ અહેમદ ખાનને પકડી રાખ્યો હતો.જ્યારે અન્ય ત્રણ લુંટારૂઓ લોક ટોળા ભેગા થતા ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.