New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
માનવ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન
સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની શાખાનો પ્રારંભ
સંસ્થાના સ્થાપક સભ્યો રહ્યા ઉપસ્થિત
આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે આમંત્રિતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
મહારાષ્ટ્રમાં સ્વાતંત્રસેનાની વીર સાવરકરના વિચારોને ફેલાવતી સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગેનો કાર્યક્રમ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર સત્સંગ ભવન ખાતે યોજાયો હતો જેમાં લેખક અક્ષય જોગ, યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીકાંત વાઘ, સંસ્થાના સ્થાપક અધ્યક્ષ શ્રીનિવાસ વિજય કુલકર્ણી, આગેવાન શ્રીકાંત સાંભરે અને મનોજ ભાગવત તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ સંસ્થાની મહારાષ્ટ્રમાં 20 શાખા છે જ્યારે મહારાષ્ટ્ર બાદ પ્રથમ 21મી શાખાનો અંકલેશ્વરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સંસ્થા સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા કાર્યો કરે છે જે અંતર્ગત અંકલેશ્વરમાં પણ આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
Latest Stories