New Update
-
અંકલેશ્વરના બાકરોલમાં બન્યો હતો બનાવ
-
વાસ્તુવીલા સોસા.માં થઈ હતી ચોરી
-
રૂ.3.39 લાખના માલમત્તાની ચોરી થઈ હતી
-
પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીની કરી ધરપકડ
-
રૂ.1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી પોલીસ મથકની હદમાં બાકરોલ ગામની વાસ્તુવીલા સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીઓને રૂ.૧.૮૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ગત તારીખ-૧૯મી ફેબ્રુઆરીના રોજ મૂળ પંચ મહાલ અને હાલ અંકલેશ્વરના બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા અજય જશવંતસિંહ બારિયા પોતાની પત્ની સાથે મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન ભરૂચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફએ વાલીયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ ઉમેશ દયાળ બગડીયાને બાઈક અને બે શંકાસ્પદ ફોન સાથે પકડી તેની પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો.અને ગત તારીખ-૧૯મી ફેબ્રુઆરીના રોજ બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં ચોરી કરી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા ચોરી કરી દાગીના મિત્ર રવી ઇન્દ્રસિંહ રાજ સાથે મળી પાંચબત્તી સાંઇ મેડીકલ પર ચેતન વનકેશર નિઝામાં અને બીજા દાગીના ભરૂચ ઝાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેશર જ્વેલર્સમાં અનિલભાઇ વીરાજી માળીને વેચાણ કર્યા હોવાની કબુલાત કરી હતી
પોલીસે ઘરફોડ ચોરી કરનાર ઉમેશ બગડીયા અને ચોરીના દાગીના વેચાણ લેનાર બે ઈસમો ચેતન વનકેશર નિઝામા તેમજ અનિલ વીરાજી માળીને ઝડપી પાડ્યો હતો અને ફોન તેમજ બાઈક મળી કુલ ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Latest Stories