New Update
-
અંકલેશ્વરમાં ફરીએકવાર ટ્રાફિકજામ
-
રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી ટ્રાફિકજામ
-
અનેક વાહન ચાલકો અટવાયા
-
બિસ્માર માર્ગના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ
-
વારંવાર ટ્રાફિકજામ સર્જાતા લોકો પરેશાન
અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી સારંગપુર ગામ સુધીના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં ટ્રાફિકનો પ્રશ્ન જટિલ બન્યો છે.રોજ સાંજ-સવાર મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માજા મૂકી છે.
આજરોજ રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી તેવામાં ભર બપોરે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો ત્યારે તંત્ર રાજપીપળા ચોકડી પાસેથી બિસ્માર બનેલ માર્ગનું પેચવર્ક ત્વરિત કરાવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories