અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા
35 ઠરાવોને અપાય મંજૂરી
વિપક્ષે નોંધાવ્યો વિરોધ
બિસ્માર માર્ગો, ડ્રેનેજ બાબતે વિરોધ નોંધાવ્યો
માત્ર અડધો કલાકમાં સામાન્ય સભા પૂર્ણ
અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટલી જનરલ બોર્ડની મિટિંગ આજરોજ પાલિકા સભાખંડ ખાતે યોજાય હતી જેમાં ૩૫ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી
અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમ્યાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઇ હતી.
આજની બોર્ડ મિટિંગ દરમ્યાન વિરોધ પક્ષના સભ્યોએ કોઈ ખાસ દલીલ કરવાનું ટાળ્યું હતુ અને માત્ર અડધો કલાકમાં સામાન્ય સભા અધવચ્ચે છોડીને આગળના કાર્યો માટે શાસક પક્ષને છુટ્ટો દોર આપી દીધો હતો અને પછી પાલિકા પ્રમુખે બોર્ડ મિટિંગ સમાપ્ત કરી દીધી હતી.
આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો,નગરપાલિકાની માલીકીની ભાડાપટે અપાયેલ મિલ્કતોના ભાડામાં વધારો, સુકાવલી સાઈડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સહિતના 35 ઠરાવોને બહાલી આપવામાં આવી હતી
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો