અંકલેશ્વર: નગર સેવા સદનના 36 સફાઈ કામદારોને કાયમી કરાયા,નિમણુંક પત્ર અપાતા ખુશીનો માહોલ

કરાર આધારિત ૩૬ સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી.જે કર્મીઓને પાંચ વર્ષ પુરા થતા કાયમી ધોરણે નિમણુંક માટે સરકારમાંથી મંજુરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

  • સફાઈ કામદારોને કરાયા કાયમી

  • 5 વર્ષ પૂર્ણ થતાં 36 કામદારોને કાયમી કરાયા

  • કામદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા

  • પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત ૩૬ સફાઈ કામદારોને આજરોજ કાયમી ધોરણે નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા જેના પગલે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
વર્ષ-૨૦૧૮માં અંકલેશ્વર નગર પાલિકા દ્વારા કરાર આધારિત ૩૬ સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી.જે કર્મીઓને પાંચ વર્ષ પુરા થતા કાયમી ધોરણે નિમણુંક માટે સરકારમાંથી મંજુરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
જે ૩૬ સફાઈ કર્મચારીઓને આજરોજ નગર પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નીલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોને સાતમાં પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ-૩જી ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ નિમણુંક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગર સેવકો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • વધુ 4 આરોપીઓની ધરપકડ

  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

  • કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા 

  • થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટીયાની ધરપકડ કરી હતી. જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી,મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓના  કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રૂપિયા અન્ય કોના કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસ છે તપાસનો ધમમાટ  શરૂ કર્યો છે.
Latest Stories