New Update
-
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
-
સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરનો બનાવ
-
મારામારીનો વિડીયો થયો હતો વાયરલ
-
પોલીસે એક સગીર સહિત 4 આરોપીની કરી ધરપકડ
-
શુભ પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થઈ હતી બબાલ
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં થયેલ મારામારીના મામલામાં પોલીસે એક સગીર સહીત ચાર યુવાનોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પટેલ નગરમાં રહેતા પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિનો જી.આઇ.ડી.સીમાં શુભ પ્રસંગમાં જમવાના પીરસવા બાબતની રીસ રાખી ઝઘડો થયો હતો જે ઝઘડાના સમાધાન માટે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં પ્રિન્સ પ્રજાપતિને બોલાવ્યો હતો જ્યાં મામલો બીચકતા સુનિલ હરેરામ પાસવાન, આકાશ સોમેશ્વર પ્રજાપતિ અને શિવ રવિ નાયક સહીત એક સગીરે મારામારી કરી હતી આ મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ડી માર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી છે.