અંકલેશ્વર: નર્મદા નદી કિનારે આવેલ અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર 4 આરોપી ઝડપાયા, સેવકને માર મારી લૂંટ ચલાવાય હતી

નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • અંબાગીરી આશ્રમમાં થઈ હતી લૂંટ 

  • પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

  • સેવકને માર મારી રૂ.30 હજારની લૂંટ ચલાવાય હતી

  • લાકડા ન કાપવા દેવા બાબતે થઈ હતી માથાકૂટ

અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદામૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેઓના મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે. થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંદાડા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો જેને જે તે વખતે અટકાવ્યો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ ગત તારીખ-7મી જુનની રાતે આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીટી કાઢી લીધી હતી તેમજ આંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી.
આ સાથે જ  તેમના ભાઈ અજય તિવારીને પર  મારમારી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી ગડખોલ પાટિયા પાસે આવેલ મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતો મન ઉર્ફે ગોલું તુકારામ વેરેકેર,દિપક ઉર્ફે કાલુ રાજુ શાહ,સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.