New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો હતો બનાવ
લાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થઇ હતી ચોરી
રૂ.80 હજારની ચોરી કરી તસ્કરો થયા હતા ફરાર
પોલીસે સુરતથી ચાર આરોપીની કરી ધરપકડ
સીસીટીવી ફુટેજના આધારે આરોપી ઝડપાયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા ગત તારીખ-૧લી માર્ચના રોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં ગાર્ડન સીટી રોડ પર આવેલ લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80 હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા ૮૦ હજાર એડમીન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે સુરતના પાંડેસરાની ભગવતી નગરમાં રહેતો અનિલકુમાર ચંદેકામી બીક,હિતેશ રૂપસિંગ વિશ્વકર્મા,ભીમ રતિ દાસ અને અમન ધનબીરે બીસ્ટને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.આરોપીઓએ અગાઉ પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Latest Stories