New Update
/connect-gujarat/media/media_files/2025/04/10/KB8ZQDUHanv20Q29Mb4k.png)
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 4 જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સિટી પાસે આવેલ ખેતરમાં આંબાવાડીમાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર અને ફોન મળી કુલ 19 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી અવિનાશકુમાર મોહનરાય જંગ બહાદુર રાય,સુભાષ શિવચંદ જંગ બહાદુર યાદવ,બબલુ કુમાર નરેશ મંડલ,સોહિતકુમાર રાજેશ પાલને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે જુગારી ફરાર થઇ ગયો હતો.
Latest Stories