અંકલેશ્વર: નવાગામ કરારવેલ ગામે જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા, 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

નવાગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડી 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

New Update
Kararvel Gamblers Arrest
અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક જુગાર રમતા 8 પૈકી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર નવાગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને બે વાહનો મળી કુલ 91 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઝઘડિયાના ઉટિયા ગામના પટેલ ફળિયામાં રહેતો ઇરફાન અકબર હુસેન ચૌહાણ,રાહુલ રતિલાલ વસાવા,ઇરફાન ઉર્ફે ઇરફાન વકીલ ઇસ્માઇલ લીંબાડા તેમજ બીરેન કિશન યાદવને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ચાર જુગાર ફરાર થઇ ગયા હતા.
Latest Stories