અંકલેશ્વર: ONGCમાં 44મા દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ, દશેરા સુધી યોજાશે ધાર્મિક કાર્યક્રમો

અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા

New Update

શારદીય નવરાત્રીની ઠેર ઠેર ઉજવણી

અંકલેશ્વર ONGCમાં વિશેષ આયોજન

દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ કરાયો

દશેરા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

બંગાળી સમાજના સભ્યો જોડાયા

અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
હાલ શારદીય નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બંગાળી સમાજમાં દુર્ગા પૂજાનું અનેરૂ મહત્વ રહેલું છે.અંકલેશ્વર ઓ.એન.જી.સી. તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે ઓએનજીસી ટાઉનશિપ ખાતે 44માં દુર્ગાપૂજા મહોત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો.પરંપરાગત વાધ્યો, દુર્ગા માતા સહિત અન્ય દેવી દેવતાઓના સ્થાપન સાથે મહાપંચમીએ ઉદ્ઘાટન અને સાંસ્કૃતિક કાર્યકમો આયોજિત કરાયા હતા.44 વર્ષથી ઉજવાતા ઉત્સવમાં સાર્વજનીક પૂજા સમિતિ દ્વારા ઓ.એન.જી.સી.ટાઉનશીપના કોમ્યુનિટી સેન્ટરમાં આ ઉત્સવની શરૂઆત કરાઈ છે.જેમાં મહા પંચમીથી વિજયાદશમી સુધી દેવી સ્થાપન, પૂજા, મહાઆરતી, ચંડીપાઠ, વિસર્જન સહિતના કાર્યકમો યોજાય રહ્યા છે. આ ધાર્મિક કાર્યક્રમોમાં બંગાળી તેમજ આસામી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
#Bharuch #CGNews #Ankleshwar #Navratri #Durga Mata #Ankleshwar ongc
Here are a few more articles:
Read the Next Article