New Update
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન સંપન્ન
તંત્ર દ્વારા બનાવાયા હતા 5 કૃત્રિમ કુંડ
નગર સેવા સદન દ્વારા 3 કુંડનું કરાયુ નિર્માણ
નોટીફાઇડ એરિયા ઓથો.દ્વારા 2 કુંડનું નિર્માણ
કુલ 4814 પ્રતિમાઓનું વિસર્જન
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનો વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રતિમાઓનો આવનારા સમયમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે
અનંત ચૌદશના રોજ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સામે નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં 10 દિવસ સુધીમાં કુલ 3280 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.જયારે નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ સુરવાડી કુંડમાં 827,જળકુંડમાં અને 429,નવીદીવી નજીક બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની 278 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આમ અંકલેશ્વરમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનું કૃત્રિમ જલકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઇડ ઓથોરીટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તૈયારી શરુ કરી છે અને ભક્તોની લાગણી નહિ દુભાય તેની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનો નિકાલ કરવામાં આવશે.
Latest Stories