New Update
-
અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામે આયોજન
-
માં પરિવાર દ્વારા આયોજન કરાયું
-
ગંગા માંના 75માં જન્મ મહોત્સવની ઉજવણી
-
લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે સનાતન ધર્મના ગાદી પતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરુજીના આશીર્વચન મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જ્યારે રાતે લોક ડાયરો યોજાયો હતો.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,સામાજિક આગેવાન ધનજી પરમાર,બલદેવ આહીર,અનિલ પટેલ તેમજ જીતુ પટેલ સહિતના આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા