અંકલેશ્વર : એસ.બી.આઈ. બેંકના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનાં લાભાર્થીના પરિવારને રૂ.2 લાખનો ચેક અર્પણ કરાયો

અંકલેશ્વર એસ.બી.આઈ બેંકના ખાતા ધારકને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 2 લાખનો ચેક અર્પણ કરાયો હતો.ખાતા ધારકનું અકાળે મોત થતાં માત્ર 32 દિવસમાં

New Update
Chack

અંકલેશ્વર એસ.બી.આઈ બેંકના ખાતા ધારકને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 2 લાખનો ચેક અર્પણ કરાયો હતો.ખાતા ધારકનું અકાળે મોત થતાં માત્ર 32 દિવસમાં 114 રૂપિયા ભરનારના વીમા ધારકના પરિવારને 2 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.

અંકલેશ્વર ગડખોલ ગામની હદમાં ડી માર્ટ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા રવિદાસ સોલંકી એસ.બી.આઈ બેંકના ગ્રાહક સેવા કેન્દ્રના નેટવર્ક માધ્યમથી બેંકનું ખાતુ ધરાવે છે.દરમિયાન બેન્કિંગ કામ અર્થે મુખ્ય શાખા ચૌટા બજાર ખાતે આવતા બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 436 રૂપિયાના વાર્ષિક વીમા અંગે જાણકારી આપી હતી,અને વીમો શરૂ  કરવા કહ્યું હતું. જે અંતર્ગત 32 દિવસ પહેલા જ 114 રૂપિયા ભરી વીમા યોજનાનો લાભ લીધો હતો.

આ દરમિયાન રવિદાસ સોલંકીનું હાર્ટ એટેકને લઇ મોત નીપજ્યું હતું. જે બાદ તેના પત્ની કૈલાશબેન થોડા દિવસ પૂર્વે બેંક ખાતે ખાતાના રૂપિયા અંગે જાણકારી મેળવવા પહોંચી હતી. જ્યાં બેંક મેનેજર કલ્પેશ પટેલને મળતા તેઓ દ્વારા ખાતા તપાસ કરતા વીમા યોજનાના લાભાર્થી હોવાનું સામે આવતા તેઓ દ્વારા બેંક ઉપલી કચેરીમાં જાણ કરી ક્લેમ કરતા માત્ર 12 દિવસમાં ક્લેમ મંજુર થઇ આવતા આજરોજ સ્વ.રવિદાસ સોલંકીના પત્ની કૈલાસબેનને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.જે ચેક મળતા પરિવાર ભાવુક બની ગયો હતો.

 

Latest Stories