ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.