અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ગૌ વંશ સાથે ખાટકીની કરી ધરપકડ, 2 આરોપી વોન્ટેડ

કસાઈવાડ ખાતે માર્કેટમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે.અને હાલ ઉતારી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
Khatki Arrest

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે કસાઈવાડમાં ગૌ વંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યો હતો અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતો કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી કસાઈવાડ ખાતે માર્કેટમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે.અને હાલ ઉતારી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

Advertisment

પોલીસના દરોડાને પગલે કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી ગલી કુદી ફરાર થઇ ગયા હતા જયારે પોલીસે સ્થળ પરથી કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતો અતીક એહમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧૦ હજારની એક ગાય અને ટેમ્પો મળી કુલ ૬૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisment
Latest Stories