/connect-gujarat/media/media_files/2025/03/31/KRa19PZork6FZbUoKNiK.jpg)
અંકલેશ્વરના તાડ ફળિયામાં સ્થિત ઉન્નતી નગર પાછળ મસ્જિદ ફળિયામાં રહેતો સિદ્દીક હનીફ પઠાણના ઘરે કુખ્યાત બુટલેગર વિજય દલપત વસાવાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે.
જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 381 નંગ બોટલ મળી કુલ 66 હજારથી વધુનો દારૂ મળી સિદ્દીક પઠાણને ઝડપી પાડ્યો હતો.
જે જથ્થા અંગે પોલીસે ઝડપાયેલા ઇસમની પૂછપરછ કરતા જથ્થો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાન આપી ગયો હોવા સાથે જથ્થો વિજય વસાવાએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.