અંકલેશ્વર: એ ડીવીઝન પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા

અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે.

New Update
a

એ ડીવીઝન પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા 

Advertisment

અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમુદઅલી મન્સૂરી સુકાવલી ડમ્પિંગ સાઈટ પાછળ બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે શહેર એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર શાહરૂખ મહેમુદઅલી મન્સૂરીને ઝડપી પાડ્યો હતો.

જયારે અંકલેશ્વરના અમરતપરા ગામના મોટા ફળિયામાં રહેતો અવિનાશકુમાર અશોક વસાવા એકટીવા ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ અમરતપરાથી ગડખોલ પાટિયા,જુના દીવા થઈને નવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપરથી દહેજ બાજુ જનાર છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે જુના દીવા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાલી એકટીવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૫ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે અવિનાશ વસાવાને ઝડપી પાડ્યો.જેની વિદેશી દારૂ અંગે પુછપરછ કરતા મુદ્દામાલ વાલિયા તાલુકાના ભમાડીયા ગામના બુટલેગર અજય વસાવા પાસેથી લાવી વાગરાના વાવ ગામ બુટલેગર અશ્વિન રાજપૂતને આપવા જતો હોવાની કબુલાત કરી હતી.
Advertisment
Latest Stories