New Update
/connect-gujarat/media/media_files/2025/10/26/img-20251026-wa0073-2025-10-26-17-16-16.png)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી છે.
ગત તારીખ-21મી ઓક્ટોબરના રોજ પીરામણ ગામની નવી નગરી સામે ઝાડી ઝાંખરા વાળી અવાવરું જગ્યા પર એક અજાણ્યા વ્યક્તિ માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે ખેડા જિલ્લાના નાના કોતરિયા ગામનો વિષ્ણુ કુમાર ગણપતિ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું.જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે ખેડાના ગોબરીયા ઉર્ફે સુનિલ દિનેશ કતીજા અને એક 16 વર્ષીય લબરમુછીયાને ઝડપી પાડ્યો હતો.બંને ઈસમોએ મોબાઈલના પૈસાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
Latest Stories