New Update
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર પતરાના શેડમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્રણ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર હોટલ એરોમાં પાછળ ખેતરમાં પતરાના શેડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્રણ જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે સારંગપુરના મુકેશ વણઝારા, વિપુલ પટેલ અને પરેશ પટેલની અટકાયત કરી હતી જ્યારે અન્ય પાંચ જુગારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર,બાઈક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 6.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories