અંકલેશ્વર: ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારની ધરપકડ, 58 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું

બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી ૭ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

New Update
Advertisment
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • ચોરીના ગુનાનો રીઢો આરોપી ઝડપાયો

  • ચોરીના 58 ગુનામાં સંડોવણી બહાર આવી

  • રૂ.2.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • રાજ્યના વિવિધ જિલ્લામાં ચોરીના ગુનાને અંજામ આપ્યો

Advertisment
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે આંતર રાજય ઘરફોડ ચોરીના ૫૮ ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને કીમના મુલદ ગામેથી ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-૧૬મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્મા કુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી ૭ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઇસમ સુરતના કીમ સ્થિત મુલદ ગામની રાધે શ્યામ સોસાયટી રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે.તેવી બાતમીના આધારે આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બીપીન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી,અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બે તેમજ ભરૂચ સી ડીવીઝન વિસ્તારમાં એક સહીત મહારાષ્ટ્ર,હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ ૫૮ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે એક બાઈક અને ચોરી થયેલ ઘરેણા મળી કુલ ૨.૪૪ લાખનો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખની છે કે ઘરફોડ ચોર જીમી શર્મા બાઈક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડીસમીસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.
Latest Stories