New Update
અંકલેશ્વરના નૌગામા ગામે આવેલું છે મંદિર
રોકડીયા હનુમાન મંદિરે હોલનું કરાશે નિર્માણ
નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલ બનાવાશે
જિલ્લાપંચાયત દ્વારા રૂ.33 લાખનો ખર્ચ કરાશે
ખાતમુહૂર્ત સમારોહમાં આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામનરા હોલની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.
અંકલેશ્વર તાલુકાના નૌ ગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમવાસીઓના નિવાસ માટે હોલનું નિર્માણ કરાશે. જિલ્લા પંચાયત દ્વારા રૂ. 37 લાખની ગ્રાન્ટ ફાળવી આ હોલનું નિર્માણ કરવામાં આવશે. હોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી,સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમવાસીઓને રહેવા, આરામ તથા સુરક્ષિત નિવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ હોલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં હાંસોટ તાલુકાના હનુમાન ટેકરી ખાતે પણ રૂ. 33 લાખના ખર્ચે નર્મદા પરિક્રમવાસીઓ માટે હોલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના નિર્માણથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સેકડો નર્મદા પરિક્રમવાસીઓને લાભ મળશે. મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ નર્મદા પરિક્રમા માટેની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે પરિક્રમાવાસીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
Latest Stories