અંકલેશ્વર: જનક વાટીકા સોસા.માં રહેતા આધેડ થયા ગુમ, ભાળ મળે તો પોલીસને કરો જાણ

અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતા 55 વર્ષીયા આધેડ ગુમ થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.મૂળ હાંસોટ તાલુકાના કંટીયાલજાળ ગામના અને હાલ અંકલેશ્વરની જનક

author-image
By Connect Gujarat Desk
New Update
w

અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતા 55 વર્ષીયા આધેડ ગુમ થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે

મૂળ હાંસોટ તાલુકાના કંટીયાલજાળ ગામના અને હાલ અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતા હર્ષદ નાથુભાઈ પટેલ તારીખ 14-05-2025 ના રોજ સાંજના સમયે અંકલેશ્વરથી કોઈને કહ્યા વગર પોતાની સફેદ રંગની અલટો કાર નંબર GJ 16 BK 5987 લઈ ક્યાંક નીકળી ગયા છે. આ અંગે કોઈને પણ જાણ થાય તો તેઓએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
Latest Stories