અંકલેશ્વર: સંત નિરંકારી મંડળ દ્વારા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

author-image
By Connect Gujarat
New Update

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત રેલ્વે ફાટક પાસે આવેલ ઉમા ભવન ખાતે વિશ્વ બંધુત્વ અને માનવ એકતાના પ્રણેતા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા સવિંદર હરદેવજી મહારાજના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આધ્યાત્મિક જગતમાં પ્રેમ, શાંતિ માનવતા અને ભાઇચારાના  સંદેશ પર ગુજરાતનાં કચ્છ-ભૂજ ઝોનનાં જ્ઞાન પ્રચારક જ્યોતિકલમજીએ પ્રવચન આપ્યું હતું.સદર આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમનો વડોદરા,ગોધરા, આણંદ,વલ્લભ વિધાનગર, રાજપીપલા, દહેઝ, ભરૂચ-અંકલેશ્વરના અનુયાયીઓએ લાભ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.