અંકલેશ્વર: બ્રહ્મ સમાજ GIDC એકમ દ્વારા CPR અંગેની તાલીમ આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • બ્રહ્મ સમાજ જીઆઇડીસી એકમ દ્વારા આયોજન

  • સીપીઆરની તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો

  • નિષ્ણાંત તબીબો દ્વારા અપાયું માર્ગદર્શન

  • સમાજના સભ્યોએ લીધો લાભ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા અંકલેશ્વરમાં આવેલા સિનિયર સિટીઝન ક્લબ ખાતે સી.પી.આર.અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કેતન પટેલ અને તેમની ટીમ દ્વારા  દર્દીને જરૂર પડે ત્યારે સીપીઆર કઈ રીતે આપી શકાય તે અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલબહેન જોશી, નરેન્દ્ર ભટ્ટ તેમજ ડોક્ટર હિરેન વ્યાસ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories