New Update
/connect-gujarat/media/media_files/2024/12/05/dOBud5T1npFbOeVhI4Lo.png)
અંકલેશ્વરનાનવી નગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રીક્ષાને બે ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રીક્ષામાં આગચપી કરતા 2 ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે
અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા હરજીતસિંગ દરબાર સિંગ સિકલીગરએ ગત તારીખ-2જી ડિસેમ્બરના રોજ રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા.તે દરમિયાન રાતે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બુમાબુમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જો કે રીક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.રીક્ષાના માલિકને તેઓની રીક્ષા શાંતિ નગરમાં રહેતો નેંનું સિંગ જસપાલસિંગ પર શંકા જતા તેઓએ મહોલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેંનુંસિંગ જસપાલસિંગ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પ્રદાર્થ રીક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાય આવતા રીક્ષા માલિકે બંને ઈસમો વિરૂદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને 50 હજારનું નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.