New Update
અંકલેશ્વરનો ચકચારી બનાવ
ગ્રામ્ય વિસ્તારમાં બન્યો બનાવ
પાડોશીએ કર્યા અડપલા
10 વર્ષની બાળકી સાથે કર્યા અડપલા
અંકલેશ્વરના એક ગામમાં 10 વર્ષીય સગીરા જોડે પાડોશી દ્વારા શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.આ મામલામાં ગ્રામ્ય પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 10 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન સાથે રમી રહી હતી તે દરમિયાન પાડોશીના ઘરમાં ગઈ હતી. પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઓર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી હતી.
બાળકીએ આ અંગે પરિવારજનોને વાકેફ કરતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી રમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories