New Update
-
અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક કરાયુ નિર્માણ
-
શિવાજી મહારાજની 15 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ
-
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે થશે અનાવરણ
-
તારીખ ચોથી જાન્યુ.એ યોજાશે કાર્યક્રમ
-
રૂ.35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે. તારીખ ચોથી જાન્યુઆરીએ કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે.અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે.ત્યારે પ્રતિમાનું તારીખ ચોથી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવશે.આ અંગેની માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં મહારાષ્ટ્રિયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી.રૂપિયા 35 લાખના ખર્ચે 15 ફૂટ ઉંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Latest Stories