New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા
-
સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની સિદ્ધિ
-
ISRO -YUVIKA 2025માં પસંદગી
-
ધોરણ 10માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી
-
શાળા પરિવારે પાઠવ્યા અભિનંદન
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલય શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય લકકડનું ઇસરો યુવીકા 2025 અંતર્ગત 15 દિવસની તાલીમમાં પસંદગી કરવામાં આવી છે.
ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.આ તાલીમ વર્ગમાં ગુજરાતના 10 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આ તાલીમ વર્ગમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સંસ્કાર દીપ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય અરુણ લકકડની પણ પસંદગી કરવામાં આવી છે.
આ પસંદગી બદલ શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવી આ તાલીમ વર્ગમાં શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી પણ આશા શાળા પરિવારે વ્યક્ત કરી હતી. યુવિકા એટલે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ ભારત સરકાર દ્વારા યુવાનોમાં અવકાશ તકનીકોમાં પ્રારંભિક રસ પેદા કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત 18 જાન્યુઆરી, 2019ના રોજ ISRO દ્વારા કરવામાં આવી હતી.
Latest Stories