અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા પાસે ટ્રક ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ નીપજ્યું કરૂણ મોત

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટીયા નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,

New Update
  • કાપોદ્રાપાટીયા પાસે સર્જાયો ગોઝારો અકસ્માત

  • ટ્રક ચાલકે એક્ટિવા સવાર યુવતીને લીધી અડફેટે

  • અકસ્માતમાં આશાસ્પદ એક યુવતીનું મોત

  • ઘટના સ્થળ પર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

  • અકસ્માતબાદ ટ્રક ચાલાક થયો ફરાર

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટીયા નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,જેમાં ગંભીર ઈજાઓને કારણે યુવતીનુ ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોતનિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા વિસ્તારમાં આજે સવારે પુરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે એક્ટિવા પર જતી યુવતીને અડફેટે લઇ લેતા તેણીને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.મૃતક યુવતી સુરવાડી ગામની મિતાલી હેમંત પટેલ હતી. બનાવ અંગેની જાણ થતા મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી જતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપર વાહન મુકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળું એકત્ર થઇ જતા વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાયો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતક યુવતીની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડી હતી.તેમજ ટ્રકના ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દર્જ કરી તેની શોધખોળ હાથ ધરી હતી.

Latest Stories