/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
/connect-gujarat/media/media_files/2024/10/27/pghJd9V4tQ70YchABzKO.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટ નજીક નવનિર્માણ પામી રહેલ સાકાર હાઈટ્સની સાઇટ પર કામ કરી રહેલ કામદાર પર ત્રીજા માળેથી સળિયો પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આ ગોલ્ડન પોઇન્ટ નજીક સાકાર હાઈટ્સ નામના નવા ફ્લેટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મૂળ પંચમહાલના શેહરા તાલુકાના મંગલિયાણા ગામે રહેતા 48 વર્ષીય કાંતિભાઈ પટેલ સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા આ દરમિયાન ફ્લેટના ત્રીજા માળેથી લોખંડનો સળીયો નીચે કામ કરી રહેલ કાંતિભાઈ પર પડ્યો હતો
જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનો સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
Latest Stories