અંકલેશ્વર: જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપ યોજાયો, તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન

અંકલેશ્વરની ધી જે.એન.પીપીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપ યોજાયો હતો  જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે આયોજન

  • વાચિકમ વર્કશોપ નામક યોજાયો

  • તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

  • વાંચન પ્રત્યે રુચિ વધારવા પ્રયાસ

  • લાયબ્રેરીના સંચાલકો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની ધી જે.એન.પીપીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપ યોજાયો હતો  જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરના ચૌટા નાકા સ્થિત અંકલેશ્વરની ધી જે.એન.પીપીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિયામક ગ્રંથપાલ ગુજરાત સરકાર તથા ઉપ સચિવ,રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સુનિલ સલૂજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વર્કશોપમાં તજજ્ઞ અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણી પણ ખાસ ઉપસ્થિત રહી વર્કશોપનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વાંચન અંગેની રુચિ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં લાયબ્રેરીના પ્રમુખ ભુપેન્દ્ર શાહ,સંયોજક દક્ષા શાહ અને કે.ડી.એ.મહિલા લાયબ્રેરીના પ્રમુખ ડો.લતા શ્રોફ તેમજ પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories