New Update
/connect-gujarat/media/media_files/2025/12/28/ankleshwar-2025-12-28-14-41-32.jpg)
અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ઉપર સુરુચી હોટલ નજીક અજાણ્યા ઇસમે માથાકૂટ કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે પીરામણ નાકા પાસે સુરુચી હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઇસમ આવી આગળ પોતાની ગાડી ઉભી કરી વિનય વસાવા કઈક સમજે તે પહેલાં શખ્સે પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં વિનય વસાવા સાઇડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાને જાણ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને થતા તેઓ પોતાની ટીમ સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા. અને પોલીસ દ્વારા હુમલો કરનાર આવા તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી હતી.
Latest Stories