અંકલેશ્વર: GIDC પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ,જીતાલી ફાટક નજીક રીક્ષામાંથી ઝડપાયો હતો દારૂ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

New Update
psioicns

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-10મી જુનના રોજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમસીટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પરપ્રાંતિય ઈગ્લીંશ દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્રારા રીક્ષા નંબર GJ-16-AX-0057 માં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાનને પહોંચાડવા માટે જવાના છે જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષાને પકડી અંદરથી 1.18 લાખનો દારૂ અને રીક્ષા મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ દઢાલ ગામની નવી નગરીમાં રહેતો અબ્દુલ કાદિર શાહને ઝડપી પાડ્યો હતો.
Latest Stories