New Update
અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજની ઘટના
બાઈક અને જીપ વચ્ચે અકસ્માત
બાઈકચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ
અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવર બ્રિજ પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવર બ્રિજ પર પણ અકસ્માતની ઘટના સામે આવી હતી.
પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ તરફ અકસ્માતના પગલે પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.