New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં સર્જાયો અકસ્માત
તુફાન જીપ ચાલકે સર્જ્યો અકસ્માત
ફિકોમ ચોકડી પાસે બન્યો બનાવ
ઉભેલા આઇસર ટેમ્પામાં જીપ અથડાય
ઝેન્ટિવાના ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ફિકોમ ચોકડી પાસે તુફાન જીપના ચાલકે આઇસર ટેમ્પોમાં જીપ ધડાકાભેર અથાડતા અકસ્માત સર્જાયો હતો,જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બપોરના સમયે એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં ફિકોમ ચોકડી પાસે બેકાબુ તુફાન જીપના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથાડી અકસ્માત સર્જ્યો હતો.તુફાન જીપમાં ઝેન્ટિવા કંપનીના કર્મચારીઓને સવાર હતા. તે સમયે અકસ્માત સર્જાતા તુફાનમાં સવાર ત્રણ કર્મચારીઓને નાની મોટી ઇજા પહોંચી હતી.ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
Latest Stories