અંકલેશ્વર: હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેમ્પામાંથી મોબાઈલની ચોરી કરનાર આરોપીની ધરપકડ

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
Mobile Theft
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-૮ ઓગસ્ટના રોજ ધરમપુર તાલુકાના ટીસ્કરી તલાટ ગામના દોણી ફળિયામાં રહેતા આશિષ નરેન્દ્ર ભોયા અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી સુરતના કામરેજના કઠોર ગામના પાદર ફળિયામાં રહેતો સુનીલકુમાર રામબદોર કનોજીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories