અંકલેશ્વર : ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા બાદ બલ્ક ડ્રગ્સ ઉત્પાદન કૌભાંડમાં જીપીસીબી આવ્યું હરકતમાં

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અમદાવાદ - અંકલેશ્વરમાં દરોડાનો મામલો

  • જીપીસીબી દ્વારા પણ ઉદ્યોગોમાં શરૂ કરાઇ તપાસ

  • અંકલેશ્વર પાનોલીમાં જીપીસીબીની તપાસ

  • જવાબદાર ઉદ્યોગોમાંથી મટિરિયલના લીધા નમૂના

  • ઉદ્યોગો સામે જીપીસીબી કરી શકે છે ક્લોઝરની કાર્યવાહી 

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.આ ઘટના બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગ દ્વારા પણ જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડા પડ્યા હતા. બલ્ક ડ્રગનું કેમિકલ ફેક્ટરીમાં ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓમાં દરોડા પાડતા કૌભાંડ બહાર આવ્યું હતું. અને બલ્ક ડ્રગનો અંદાજે 1000 કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદની એસ્ટીમ એન્ટરપ્રાઈઝ અને તેની સાથે સંકળાયેલી અંકલેશ્વરની અન્ય કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડીંગ કરતી એસ્ટીંમ એન્‍ટરપ્રાઇઝઅમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રેગાબેલીન નામના અંદાજીત રૂપિયા 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગનો 1000 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરાયો છે.

આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ. જી. કોશિયાએ જણાવ્યું કેતંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી એસ્ટીમ એન્‍ટરપ્રાઇઝઅમદાવાદને ત્યાં દરોડો પાડતા અંદાજીત રૂપિયા 85 લાખની કિંમતનું 4300 કિ.ગ્રા. પ્રેગાબેલીનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે  એક્ષીસ ફાર્માકેમ કે જેના માલિક પ્રવીણ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશ તથા અન્યની સંડોવણીથી આઇકોનીક ફાર્માકેમપાનોલી દ્વારા તેઓની કેમીકલ ફેકટરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રેગાબેલીન દવા બનાવતા ઝડપી લીધા હતા.

આ સમગ્ર દવાનાં કૌભાંડમાં એસ્ટીમ એન્‍ટરપ્રાઇઝઅમદાવાદ અને ભરૂચના માલિક નિમેષ શાહ અને પ્રોડક્શન એક્ઝ્યુકેટીવ હરીશ અશ્વિનભાઇ જોષીએક્ષીસ ફાર્માકેમઅંકલેશ્વરભરૂચના માલિક પ્રવિણ પટેલઆઈકોનીક ફાર્માકેમપાનોલીભરૂચના માલિક ભાવેશ ઘનશ્યામભાઈ ચલોડીયા અને બાયોક્રોમ એનાલીટીકલ લેબઅંકલેશ્વરના માલિક લલીત ફુલાભાઇ રૈયાણી સામેલ છે.

આ સમગ્ર ઘટના બાદ અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા પણ અંકલેશ્વર અને પાનોલી ખાતેના જવાબદાર ઉદ્યોગોમાં જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી,અને મટિરિયલના જરૂરી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર મામલે જીપીસીબી દ્વારા ઉદ્યોગોને ક્લોઝર ફટકારવા સુધીની તજવીજ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે જીપીસીબીની તપાસ દરમિયાન ઉદ્યોગની ઓળખ અંગેની માહિતી પુરી પાડતું સમ ખાવા પૂરતું બોર્ડ પણ નહોતું.ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર હવે આગળ ઘટનામાં શું કાર્યવાહી કરે છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
Chasvad dairy
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ  ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.