New Update
પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી
દિવાળીમાં ચાઇનીઝ દીવડાની બોલબાલા
પરંપરાગત માટીના કોડિયા વિસરાયા
પ્રજપતિ પરિવાર હજુ પણ બનાવે છે કોડિયા
વ્યવસાય ટકાવવા માથામણ
ચાઇનીસ અને ઇલેટ્રીકલ દીવડા સામે અંકલેશ્વરમાં વરસાગત કારીગરીને જીવંત રાખવા કુંભાર પરિવાર મહામહેનત કરી રહ્યું છે. સજોદ ગામ માં 25 કુંભાર પરિવાર વચ્ચે એક જ પરિવાર હવે દીવડા બનાવી વારસાગત હસ્તકલા જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અંકલેશ્વરના વિકસિત ગામોમાનુ એક ગામ સજોદ છે. જ્યાં કુંભાર ફળીયામાં 25થી વધુ કુંભાર પરિવાર વસવાટ કરે છે જે પૈકી દિવાળી સમયે એક માત્ર બળવંત પ્રજાપતિનો પરિવાર દીવડા બનાવવાની વારસાગત કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.આધુનિક સમયમાં તેઓ તાલથી તાલ મિલાવી હવે લાકડાનું હાથવગું ચાકડુ છોડી મોટર પર ચાલતું લોખંડના પૈડાંનું ચાકડું બનાવ્યું છે.જ્યાં મિનિટોમાં દીવડા ઝટપટ તૈયાર કરી રહ્યા છે.જે દીવડા તૈયાર કર્યા બાદ તેને સુકવી કલર કરી, ભઠ્ઠીમાં પાકું કરી અંતે હાથ બનાવટ કલર વડે દીવડાને ડિઝાઇન કરી વેચાણ કરી રહ્યા છે. આ અંગે વાતચીત કરતા બળવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારા પ્રજાપતિ સમાજમાં હવે જૂજ પરિવારો આ કારીગરીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પાછળનું કારણ ચાઈનીઝ દીવડા અને અવનવા માટી કામના ઝૂલણ સહીતના દીવડાને લઇ પરંપરાગત દીવડાઓ સામે લોકો હવે ખરીદારી કરાવાનું ટાળી રહ્યા છે.
Latest Stories