અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક માર્ગ નિર્માણ પામશે !

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
Advertisment
  • અંકલેશ્વર નગર સેવા સદનનો પ્રયાસ

  • આઇકોનીક માર્ગનું કરાશે નિર્માણ

  • રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી માર્ગ નિર્માણ પામશે

  • રૂ.75 લાખનો ખર્ચ કરવામાં આવશે

  • માર્ગની કામગીરીનું કરાયુ ખાતમુર્હુત

Advertisment
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે.આ માર્ગના કામનું ખાતમુહૂર્ત નગર સેવાસદનના પ્રમુખ લલીતાબેન રાજપૂરોહિત હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત નગરસેવકો અને અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
રૂપિયા 75.34 લાખના ખર્ચે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે જેમાં સાફ-સફાઈ,ડિજિટલ બોર્ડ, ફ્લડ લાઈટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ માર્ગ અંકલેશ્વરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે
Latest Stories