અંકલેશ્વર: SVM ઇંગ્લિશ મીડીયમ શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વામી વિવેકાનંદ શાળા દ્વારા આયોજન

  • વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું

  • વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
અંકલેશ્વર શહેરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વાર્ષિકોત્સવનું સ્નેહ, સ્પર્શ, સ્પનંદનનું મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે દેશભક્તિ નૃત્ય, લોકનૃત્ય, નાટિકાઓ તથા સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે રેડિયોલિજીસ્ટ ડો. દીપસિંહ બી. ચૌહાણ, બિહાગ શાહ,નવ નૃત્ય સ્ટુડિયોઝ મુંબઇના સ્થાપિકા ઉર્મિ જોષી, ટ્રસ્ટના પ્રમુખ બી.પી.શાહ, સેક્રેટરી મહેન્દ્ર પંચાલ,આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories