અંકલેશ્વર: GIDCમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની કરાય ઉજવણી !

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
Advertisment
  • અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ઉજવણી

  • એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની કરાય ઉજવણી

  • મશાલ પ્રગટાવી રમતોત્સવનો કરાયો પ્રારંભ

  • બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ

  • આમંત્રીઓ અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેમનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી અંકલેશ્વર જી.આઇ.ડી.સી લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે મશાલ પ્રજવલિત કરી રમોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ રમોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.આ રમત ગમત સ્પર્ધામાં વિજેતા બનેલ વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક રમોત્સવમાં શાળાના ટ્રસ્ટીઓ,શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories