અંકલેશ્વર: આઇસ ફેકટરીની ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગારધામ ઝડપાવાના મામલે વધુ એક આરોપીની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર ઝડપાવાના મામલે પોલીસે વધુ એક આરોપીની ગોંડલથી ધરપકડ કરી છે.

New Update
ne arosp

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર ઝડપાવાના મામલે પોલીસે વધુ એક આરોપીની ગોંડલથી ધરપકડ કરી છે.

ગત તારીખ-8મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ  ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પર જુગાર રમતા 5 જુગારીઓ ઝડપી પાડ્યાં હતા. આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે 9 કરોડના શેરની રકમનું ટ્રાન્જેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.આ મામલામાં પોલીસે પાંચ ઇસમોને લક્ઝ્યુરિયસ કાર સહિત કુલ રૂ. 30.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે ગોંડલના શાસ્ત્રી નગરમાં રહેતો રાજન રસિક નિર્મળને ઝડપી પાડ્યો હતો.
Latest Stories