અંકલેશ્વર: પ્રોહીબિશનના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
a
Advertisment

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે વિદેશી દારૂના વેપલામાં કુખ્યાત આરોપી માંડવા ગામે ફરી રહ્યો છે જેના આધારે પોલીસે દોરડા પાડી આરોપી અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી ભરૂચ શહેર સી ડિવિઝનના 1 તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 2  પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો.આરોપી સામે અગાઉ અંકલેશ્વર,નેત્રંગ અને વાલિયામાં પ્રોહીબિશનના અલગ અલગ 7 ગુના નોંધાઇ ચુક્યા છે.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories